Posts

Showing posts from February, 2021

હસતાં મોઢે જિંદગીનો અંત:"એ પ્યારી સી નદી પ્રે કરતે હૈ કી વો મુજે અપને આપ મેં સમા લે" બોલી હસતાં હસતાં યુવતીએ સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો

Image
 યુવતીએ આપઘાત કરતાં પહેલાં પતિને ફોન કરી વાત કરતાં તેણે કહ્યું, મરી જા અને એક વીડિયો બનાવી મોકલજે વીડિયો      https://divya-b.in/DoksBfD4ceb "એ પ્યારી સી નદી પ્રે કરતે હૈ કી વો મુજે અપને આપ મેં સમા લે" આ શબ્દો બોલી અને પતિના ત્રાસ છતાં તેના વિશે પ્રેમના શબ્દો બોલી હસતાં હસતાં દર્દ છુપાવતો વીડિયો બનાવી વટવામાં રહેતી યુવતીએ સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો. લગ્નજીવન દરમ્યાન પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતાં હોય છે, પરંતુ ઘણીવાર ઝઘડાઓનું પરિણામ જિંદગીના અંત સુધી પહોંચી જાય છે. અમદાવાદમાં પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળી સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો. નદીમાં કૂદતાં પહેલા તેણે પતિને ફોન કર્યો હતો અને મરી જવાની વાત કરી હતી. જિંદગીના અંત પહેલા એક વીડિયો બનાવ્યો હતો. ફોન રેકોર્ડિંગ અને વીડિયોના આધારે યુવતીના પિતાએ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં જમાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. '' મેં ખુશ હું સુકુન સે જાના ચાહતી હું" 'પરિણીતાએ જે વિડીયો બનાવ્યો હતો તેમાં જણાવ્યું છે કે "હેલ્લો, અસ્લામ વાલીકુમ મે...

સરકારી નોકરી છોડી રાજકોટિયને અમેરિકન મકાઈ વેચવાનું શરૂ કર્યું, વર્ષે 10 લાખ રૂપિયાની કમાણી કરી

Image
  અમેરિકન મકાઈનાં પિત્ઝા અને સેન્ડવિચ સહિત 10થી વધુ વરાઇટીનું વેચાણ કરી રહ્યા છે ખેડૂતોને અમેરિકન મકાઈની માહિતી આપવા માટે દર વર્ષે કૃષિમેળામાં સ્ટોલ ઊભો કરે છે સરકારી નોકરી મેળવવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચવાની સાથે વર્ષો સુધી મહેનત કરતા હોય છે, પરંતુ 26 વર્ષ પહેલાં ગુજરાત સરકારની નોકરી જતી કરીને મકાઈ વેચવાનું શરૂ કરનાર આજે વર્ષે 10 લાખની કમાણી કરી રહ્યાં છે. જાણીને નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે. મૂળ કાલાવડ તાલુકાના જુવાનપર ગામના વતની અને રાજકોટમાં રહેતા લવજીભાઇ અમેરિકન મકાઇનું વાવેતર કરીને છેલ્લાં 26 વર્ષથી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે. મકાઇના ઉત્પાદને તેમને આર્થિક ક્ષેત્રે પણ અનેક લાભ આપ્યા છે. લવજીભાઇને 26 વર્ષ પહેલાં એસટી વિભાગમાં કન્ડક્ટરની સરકારી નોકરી મળી હતી, પરંતુ કન્ડક્ટરની નોકરી છોડી તેમણે પોતાની 10 વીઘા જમીનમાં અમેરિકન મકાઇ વાવી અને રાજકોટમાં દુકાન રાખી વેચવાનું ચાલુ કર્યું હતું. આજે લવજીભાઇ વર્ષે 10 લાખની કમાણી કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ કોરોના પર એક્સિર એવાં આંબળા અને દાડમનો જ્યૂસ પણ વેચી રહ્યા છે.   રિદ્ધિ-સિદ્ધિના નામે રાજકોટમાં બે દુકાન રાજકોટમાં અ...

ટીમ ઇન્ડિયાની પહેલી વર્લ્ડકપ જીત પર બનેલી ફિલ્મ 83 થિયેટરમાં જ રિલીઝ થશે.

Image
  ટીમ ઇન્ડિયાની પહેલી વર્લ્ડકપ જીત પર બનેલી ફિલ્મ 83 થિયેટરમાં જ રિલીઝ થશે. આ વાત ખુદ રણવીર સિંહે તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી છે. આ વર્લ્ડકપ જીતનું 37મુ વર્ષ છે. ખાસ વાત એ છે કે ફિલ્મ જૂનમાં જ રિલીઝ થવાની છે. ડેટ 4 જૂન રાખવામાં આવી છે. 83 ફિલ્મ 5 ભાષામાં હિન્દી, તમિળ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ કરવામાં આવશે.   દીપિકા- રણવીરની જોડી ફરી એકવાર સાથે ફિલ્મમાં દીપિકા પાદુકોણ એકવાર ફરી રણવીર સિંહ સાથે સ્ક્રીન શેર કરશે. તે કપિલ દેવની વાઈફ રોમીના રોલમાં હશે. આ 2018માં પદ્માવત બાદ આવેલી દીપિકા- રણવીરની જોડીની આ પાંચમી ફિલ્મ છે. કબીર ખાન ડિરેક્ટર છે. ફિલ્મ 3Dમાં પણ રિલીઝ થશે. હાલમાં જ રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસમાં પણ દીપિકાના કેમિયો માટે હા પાડી છે. એક જ દિવસમાં 6 ફિલ્મોની રિલીઝ ડેટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રિલીઝ અનાઉન્સમેન્ટ્સનો આ એક રેકોર્ડ કહી શકાય છે, જ્યારે એક જ દિવસ 6 મોટી ફિલ્મોની રિલીઝ ડેટ અનાઉન્સ કરવામાં આવી. 19 ફેબ્રુઆરીએ અમિતાભ બચ્ચનની ઝુંડ. ધનુષ- અક્ષયની અત્રંગી રે, અક્ષય કુમારની બેલબોટમ, આયુષ્માન ખુરાનાની ચંદીગઢ કરે આશિકી, રણવીરની 83 અને લવ રંજનની અ...

નસીબ હોય તો આ કૂતરા જેવાં, 8 વર્ષનો શ્વાન લુલુ બન્યો 36 કરોડની સંપત્તિનો માલિક

Image
 કયા માણસના નસીબ કયારે પલટી જાય તે અંગે કંઈ કહી ન શકાય. એવી અનેક વાતો તમે સાંભળી હશે જેમાં કોઈ શખ્સના નસીબ રાતોરાત બદલાય ગયા હોય. પરંતુ તમને કોઈ કહે એક કૂતરો 36 કરોડનો માલિક બની ગયો છે તો આ સાંભળીને આશ્ચર્ય જરૂરથી થાય. પરંતુ આ એક હકિકત છે. કૂતરા માટે 5 મિલિયન ડોલરની સંપત્તિ અમેરિકાના ટેનેસી શહેરમાં રહેતા બિલ ડોરિસ મોત પછી પોતાના કૂતરા 'લુલુ' માટે 5 મિલિયન ડોલર (36 કરોડ 29 લાખ 55 હજાર 250 રૂપિયા)ની મસમોટી રકમની સંપત્તિ છોડી ગયા છે. રિપોર્ટ મુજબ બિલ ડોરિસને પોતાના 8 વર્ષના કૂતરા લુલુને ઘણો જ પ્રેમ કરતા હતા. પોતાની સંપત્તિને એક ટ્રસ્ટમાં રૂપાંતરિત કરાવી બિલ ડોરિસે નિધન પહેલાં કૂતરા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો અને અંતિમ ઈચ્છા વ્યક્ત કરી, તેમના નિધન બાદ તેમની સંપત્તિને એક ટ્રસ્ટમાં હસ્તાંતરિત કરી દેવામાં આવી છે, કે જેથી લુલુની સારી રીતે સારસંભાળ થઈ શકે. એક રિપોર્ટ મુજબ ડોરિસે કૂતરા લુલુને પોતાની મિત્ર માર્થ બર્ટનની દેખભાળ માટે છોડી દેવામાં આવ્યો છે. ડોરિસે પોતાની વીલમાં કહ્યું છે કે બર્ટનને લુલુની યોગ્ય સારસંભાળ માટે ટ્રસ્ટમાં જમા પૈસામાંથી માસિક ખર્ચ આપવામાં આવે. ...

વે ગીરમાં ‘MAN VS WILD’: ડિસ્કવરી ચેનલના બેઅર ગ્રીલ્સ શૂટિંગ કરવા આવી શકે, આ એપિસોડમાં બચ્ચન ‘ગેસ્ટ’!

Image
  ગીર નેશનલ પાર્કમાં શૂટિંગ માટે ગીલ્સની ટીમે ગુજરાત સરકાર પાસે પરમિશન માગી, ટૂંક સમયમાં ઔપચારિકતાઓ પૂર્ણ કરી શૂટિંગ કરાશે અગાઉ બેઅર ગ્રીલ્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સુપરસ્ટાર રજનીકાંત તથા અક્ષયકુમાર સાથે ભારતનાં જંગલોમાં એપિસોડ કરી ચૂક્યા છે           ડિસ્કવરી ચેનલના જગપ્રસિદ્ધ શો ‘MAN VS WILD’ના હોસ્ટ બેઅર ગ્રીલ્સ વધુ એકવાર ભારતનાં જંગલોમાં સેલિબ્રિટી સાથે સફારી ટ્રેક કરતા જોવા મળશે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત સિનેસ્ટાર રજનીકાંત અને અક્ષયકુમાર સાથે બેયર ગ્રીલ્સ ભારતનાં જંગલોમાં એપિસોડ કરી ચૂક્યા છે, જેણે રેકોર્ડબ્રેક ટીઆરપી હાંસલ કર્યો હતો. આ વખતે ગ્રીલ્સે ડિસ્કવરી ચેનલના ‘MAN VS WILD’ પ્રોગ્રામ હેઠળની જ ‘ઇન ટુ ધ વાઈલ્ડ’ સિરીઝના વધુ એક એપિસોડનું ગુજરાતના ગીર અભયારણ્યમાં શૂટિંગ કરવા પરમિશન માટે ગુજરાત સરકારનો સંપર્ક કર્યો હોવાનું રાજ્ય સરકારના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે. PM મોદી સાથે અગાઉ જીમ કોર્બેટમાં ગ્રીલ્સે એપિસોડ કર્યો હતો અગાઉ બેયર ગ્રીલ્સે ‘MAN VS WILD’ સિરીઝ માટે PM નરેન્દ્ર મોદી સાથે ઉત્તરાખંડના જીમ કોર્બેટ નેશ...

Weekly Current Affairs Quiz: 8 February to 14 February 2021

Image
8 February to 14 February 2021: The Current Affairs Quizzes section of Jagranjosh aims to help every competitive exam aspirant to revise the day at ease. The week's updated quizzes cover topics such as Shatoot dam agreement, Tiger Award, new WTO chief and world's largest offshore wind farm among others.  1. India's first geothermal power project will be set up in which union territory? a) Jammu & Kashmir  b) Ladakh  c) Chandigarh  d) Puducherry  2. India signed an agreement with which nation for the construction of Shatoot dam? a) Pakistan b) Tajikistan c) Kazakhstan d) Afghanistan 3. Who has been named as the leader of opposition in Rajya Sabha? a) Mallikarjun Kharge b) Anand Sharma c) P. Chidambaram d) Digvijaya Singh   JOIN WHATSAPP GROUP JOIN TELEGRAM CHENNAL 4. The Central Reserve Police Force has inducted 34 women commandos into which among its following units? a) CoBRA b) Parliament Duty Group c) Rapid Action Force d) None of the A...

ભારતમાં ટેસ્લા:ઇલોન મસ્કની કંપની બેંગલુરુમાં પહેલું મેન્યુફેક્ચરિંગ યૂનિટ ખોલશે, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરથી 3 લાખ રોજગારી પેદા થશે

Image
  ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લા ટૂંક સમયમાં ભારતમાં વાહનોનું પ્રોડક્શન શરૂ કરવાની તૈયારીમાં છે. તેની શરૂઆત કર્ણાટકની રાજધાની બેંગલુરુથી થશે. કંપની અહીં ઇલેક્ટ્રિક ગાડીઓના નિર્માણ માટે યૂનિટ ખોલશે. આ માહિતી મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ આપી હતી. ટુમકુર જીલ્લામાં ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવવાની યોજના છે બીએસ યેદિયુરપ્પાએ જણાવ્યું કે, રાજ્યના ટુમકુર જીલ્લામાં ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પણ બનાવવામાં આવશે. તેની કિંમત આશરે 7,725 કરોડ રૂપિયા હશે. આ દ્વારા લગભગ 2.8 લાખ નવી નોકરીઓ પેદા થશે. તેમણે કેન્દ્રીય બજેટને ઐતિહાસિક ગણાવ્યું અને કહ્યું કે તેનાથી દેશના અર્થતંત્રમાં સુધારો થશે. આનાથી વર્ષ 2025 સુધીમાં દેશના GDPને 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવામાં મદદ મળશે.     https://amzn.to/2NsV497 ભારતમાં ટેસ્લાએ જાન્યુઆરીમાં એન્ટ્રી લીધી અમેરિકન કંપની ટેસ્લા જાન્યુઆરીમાં વર્ષ 2021માં ભારતમાં એન્ટ્રી લીધી. કંપનીએ દેશમાં ટેસ્લા ઈન્ડિયા મોટર્સ અને એનર્જી પ્રા.લિ. નામથી રજિસ્ટ્રેશન કરાવ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા મુજબ, વૈભવ તનેજા, વેંકટરંગમ શ્રીરામ અને ડેવિડ જોન ફિસ્ટિનની ટેસ...

ધૂમ 4માં વિલનના પાત્રમાં જોવા મળશે દીપિકા પદુકોણ ?

Image
 https://amzn.to/37cM1Ad બોલીવૂડની લોકપ્રિય ફ્રેન્ચાઇઝી ધૂમને લઇને કહેવાય છે કે, દીપિકા પદુકોણ આ સીરીઝના ફોર્થ પાર્ટમાં વિલનના રોલમાં જોવા મળવાની છે.  મીડિયા રિપોર્ટના અનુસાર ધૂમ ચારના મેકર્સને  ફિલ્મના ખલનાયકના રોલ માટે દીપિકા પદુકોણનો સંપર્ક કર્યો છે. તેઓ આ વખતે એક નવો પ્રયોગ કરીને ફીમેલ વિલનને લાવવા પૂરી રીતે તૈયાર છે. દીપિકા પણ આ પડકારજનક પાત્ર માટે ઉત્સાહિત છે. જોકે તેણે આ ફિલ્મ સાઇન કરતા પહેલા પોતાની તારીખનો મેળ કરવો પડશે.   ધૂમ સીરિઝ પોતાની સ્ટાઇલિશ ચેજ સીકવન્સ અને લોકેશન માટે જાણીતી છે. અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા અત્યાર સુધીમાં દરેક ભાગમા ંજોવા મળ્યા છે. જ્યારે પહેલા પાર્ટમાં જોન અબ્રાહમ, બીજા ભાગમાં હૃતિક રોશન અને ત્રીજા ભાગમાં આમિર ખાને વિલનની ભૂમિકા કરી હતી. આ ફિલ્મની ચોથી ફ્રન્ચાઇજીમાં ફીમેલ વિલન હોવું એ રસપ્રદ રહેશે. <iframe style="width:120px;height:240px;" marginwidth="0" marginheight="0" scrolling="no" frameborder="0" src="//ws-in.amazon-adsystem.com/widgets/q?ServiceVersion=20070822&OneJS=1&Oper...

50 વર્ષની ઉંમરવાળા લોકોએ તેમના આહારમાં ઉમેરવી જોઈએ આ ચીજવસ્તુઓ

Image
  જો તમારી ઉંમર 50 કે તેની આસપાસની છે, તો તમારે તે જાણવું જરૂરી છે કે તમારે તમારા આહારમાં શું ઉમેરવું જોઇએ   રેક વ્યક્તિને જરૂર અનુસાર‌ પોષક તત્વ મળવા જરૂરી છે. વધતી ઉંમર સાથે શારીરિક ગતિવિધિઓ અને આદતોમાં ફેરફાર આવે છે, તથા રોગ પ્રતિકારક શક્તિ, માંસપેશીઓ અને મેટાબોલિઝમ પણ નબળા થવા લાગે છે. જો તમારી ઉંમર 50 કે તેની આસપાસની છે, તો તમારે તે જાણવું જરૂરી છે કે તમારે તમારા આહારમાં શું ઉમેરવું જોઇએ. અહીં એ દરેક બાબતો દર્શાવવામાં આવી છે. ફળ તથા શાકભાજી તમારે તમારા આહારમાં તાજા ફળો અને લીલા શાકભાજી ઉમેરવા જરૂરી છે. જે તમારા શરીરને તમામ જરૂરી પોષક તત્વ પ્રદાન ઘરે છે. આમળા, સંતરા અને સ્ટ્રોબેરીમાં વિટામીન સી, કેળામાં મેગ્નેશિયમ, ટમેટામાં લાઈકોપીન તથા પાલકમાં આયર્ન જેવા પોષક તત્વોથી ભરપૂર છે. સાબુત અનાજ તમારે આહારમાં મગ, ચણા અને સોયાબીનના સ્પ્રાઉટ્સનું સેવન કરવું જોઈએ. બ્રાઉન રાઈસ, બાજરી, દાલ અને ઘઉંને આહાર પ્રણાલીમાં સ્થાન આપવું જોઈએ. આ તમામ અનાજમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જેનાથી પાચન તંત્ર સારી રીતે કાર્ય કરી શકે છે. દૂધ-દહીં તમારા ભોજનમાં દૂધ, દહીં, મઠ્ઠો, સોયામિ...

વજન ઘટાડવા માટે ભૂખ્યા ન રહો, 7 દિવસ સુધી 500 કેલરી ઓછી લેશો તો 400 ગ્રામ વજન ઓછું થશે; આ 5 ટિપ્સ ફોલો કરો.

Image
  જો તમે વજન ઘટાડવા માગો છો અને તેના માટે તમારી ભૂખ મારો છો તો હવે તે કરવાની જરૂરિયાત નથી. તમે કેલરી ઓછી કરીને પણ વજન ઘટાડી શકો છો. હેલ્થ લાઈન જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે, દરરોજ જેટલી કેલરી લેતાં હોઈએ તેમાંથી 500 કેલરી એક અઠવાડિયાં સુધી ઓછી કરવાથી 400 ગ્રામ વજન ઘટાડી શકાય છે. તમારો કેલરી ઈન્ટેક ઓછો કરવા માટે ટિપ્સ ફોલો કરો...   ભૂખ્યા રહ્યા વગર આ રીતે કેલરી ઘટાડો પાણીની માત્રા વધારો: નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસીનમાં પબ્લિશ થયેલાં રિસર્ચ પ્રમાણે, દરરોજ આશરે 2 લિટર પાણી પીવાથી વધારાની 96 કેલરી બર્ન કરી શકાય છે. ઘણાં રિસર્ચમાં એ વાત સાબિત થઈ ચૂકી છે કે પાણી તમારું વજન કન્ટ્રોલ કરે છે. પ્રોટીન વધારે લો, તે પાચન સુધારે છે: પબમેડ સેન્ટ્રલમાં પબ્લિશ થયેલાં રિસર્ચ પ્રમાણે, પ્રોટીન મેટાબોલિક રેટ વધારવાની સાથે ભૂખ પણ ઓછી કરે છે. લિક્વિડ કેલરી ઓળખો: મગજ લિક્વિડના રૂપે લેવામાં આવતી કેલરીને સરળતાથી ઓળખી શકતું નથી. સોડા, જ્યુસ, ચોકલેટ, મિલ્ક અને બીજા વધારે સુગરવાળા પીણાંથી શરીરમાં વધારે કેલરી પહોંચે છે. તેનાથી બચો. મહિલાઓએ 2000 અને પુરુષોએ 2600 કેલરીની જરૂર: અમેરિકામાં...

ગ્રાહકોને સલૂન સુધી ખેંચી લાવવા માટે બનડાવ્યું ગોલ્ડનું રેઝર, 8 તોલા સોનાથી મઢેલા આ રેઝરની કિંમત છે 4 લાખ રૂપિયા

Image
  કોરોનાને કારણે લોકોના ધંધા-રોજગારને અસર પડી છે. ખાસ કરીને બાર્બર એટલે કે વાળ કાપનારાઓનો ધંધો મંદ પડી ગયો છે. ત્યારે ફરીથી ગ્રાહકોને સલૂન સુધી લાવવા માટે અલગ અલગ પ્રકારના માર્કેટિંગ ફંડ અપનાવવામાં આવી રહ્યાં છે. આ કડીમાં પુણે નજીક પિંપરી ચિંચવાડમાં એક સલૂને શેવિંગ માટે ગોલ્ડનું રેઝર તૈયાર કર્યું છે.   ગ્રાહકો માટે ગોલ્ડ રેઝર બનાવનાર અવિનાશ બોરંદિયાએ જણાવ્યું કે, કોરોનાએ અમારા ધંધાને સંપૂર્ણપણે બરબાદ કરી દિધો હતો. અનુમતિ મળ્યાં બાદ મોટી સંખ્યામાં લોકો આવવાનું ટાળતા હતા, જે પછી મેં લોકોને સલૂન સુધી લાવવા માટે આ રીત અપનાવી છે. શુક્રવારે આ સલૂનનું ફરી ઉદ્ઘટાન ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડવલકરના હાથે કરવામાં આવ્યું. બોરંદિયાએ જણાવ્યું કે સલૂનમાં ગોલ્ડ રેઝરનો ઉપયોગ કરવામાં આવે છે તેની જાણકારી મળ્યા બાદ હવે ગ્રાહકોની સંખ્યા વધશે.   8 તોલા સોનાથી બન્યું છે આ રેઝર બોરંદિયાએ જણાવ્યું કે આ રેઝરને બનાવવા માટે 8 તોલા સોનાનો ઉપયોગ કરાયો છે. અને તેના પર કુલ 4 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. આ રેઝરથી અમે સામાન્ય લોકોને ખાસ ફીલ અપાવવાનો પ્રયાસ કરીએ છીએ. જેની પાસે પૈસા નહીં હોય તેઓ પણ...

વારંવાર નોકરી બદલી રહ્યા હો તો ચેતી જજો, પર્સનલ લોન નહીં મળે અને ક્રેડિટ હિસ્ટ્રી સારી નહીં હોય તો લોન રિજેક્ટ થઈ જશે

Image
  જ્યારે લોકોને પૈસાની જરૂર પડે ત્યારે તે સામાન્ય રીતે પર્સનલ લોન લે છે. પરંતુ આ લોન મેળવવી પણ સરળ નથી. બેંકો અથવા નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFC) કોઈપણ વ્યક્તિને લોન આપતા પહેલાં અરજદાર વિશે ઘણી બાબતો ધ્યાનમાં લે છે. જો આમાંથી કોઈપણ તેમને અયોગ્ય લાગી તો તમારી અરજી નામંજૂર થઈ શકે છે. અહીં તમને એવી 5 વસ્તુઓ જણાવવામાં આવી છે જેની પર તમારી લોનની મંજૂરી આધારિત હોય છે. સિબિલ સ્કોર સારો હોવો જોઈએ સિબિલ સ્કોરથી વ્યક્તિની ક્રેડિટ હિસ્ટ્રી જાણવા મળે છે. પર્સનલ લોનના કેસમાં બેંકો નિશ્ચિતપણે અરજદારનો સિબિલ સ્કોર તપાસે છે. ક્રેડિટ સ્કોર ઘણી ચોક્કસ ક્રેડિટ પ્રોફાઇલિંગ કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. આમાં એવું જોવામાં આવે છે કે તમે પહેલાં લોન લીધી છે અથવા ક્રેડિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કર્યો છે કે નહીં. કોઈપણ વ્યક્તિનો ક્રેડિટ સ્કોર રિપેમેન્ટ હિસ્ટ્રી, ક્રેડિટ વપરાશ, કરન્ટ લોન અને બિલોની સમયસર ચૂકવણીથી જાણવા મળે છે. આ સ્કોર 300-900ની રેન્જમાં હોય છે. પરંતુ 700 અથવા તેથી વધુનો સ્કોર લોન લેનારી વ્યક્તિ માટે સારો માનવામાં આવે છે.   મોટી રકમની લોન માટે અપ્લાય ન કરો પર્સનલ લો...

સિરિયલ 'અનુપમા'માં સમર શાહ બનતાં ટીવી એક્ટર પારસનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ, શૂટિંગ અટકાવવામાં આવ્યું

Image
 ટીવી એક્ટર પારસ કલનાવત હાલમાં ટીવી સિરિયલ 'અનુપમા'માં સમર શાહના રોલમાં જોવા મળી રહ્યો છે. પારસનો કોવિડ 19નો ટેસ્ટ હાલમાં જ પોઝિટિવ આવ્યો હતો. છેલ્લાં કેટલાંક દિવસથી પારસની તબિયત સારી નહોતી અને આજે એટલે કે 12 ફેબ્રુઆરીના રોજ પારસનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પારસનો ટેસ્ટ પોઝિટિવ આવતા હાલમાં સિરિયલનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે.   વેબ પોર્ટલ સ્પોટબોયના અહેવાલ પ્રમાણે, પારસનો ટેસ્ટ પોઝિટિવ આવતા હવે સિરિયલના તમામ કલાકારો તથા ક્રૂ મેમ્બર્સના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. પારસ અથવા સિરિયલના મેકર્સે સત્તાવાર રીતે આ અંગે કોઈ માહિતી આપી નથી. 9 નવેમ્બર, 1996માં નાગપુરમાં જન્મેલા પારસના પિતા ભૂષણ બિઝનેસમેન છે અને માતા અનિતા હાઉસમેકર છે. પારસે નાગપુરમાં જ કોમર્સમાં બેચલર ડિગ્રી લીધી છે. ત્યારબાદ તે મુંબઈ એક્ટર બનવા આવ્યો હતો. અહીંયા તેણે ટેરેન્સની ડાન્સ એકેડમી જોઈન કરી હતી. ત્યારબાદ તેણે બેરી જ્હોન એક્ટિંગ સ્કૂલમાંથી એક્ટિંગ શીખી હતી. પારસે 2016માં મોડલિંગમાં કરયિર બનાવી હતી. તેણે અનેક જાણીતા ફેશન ડિઝાઈનર સાથે કામ કર્યું હતું. તેણે 2017માં ટીવી સિરિયલ 'મેરી દુ...

અહીં ભારતના નહીં, પણ એક ઋષિના કાયદા ચાલે છે..

Image
  ભારતમાં હંમેશાં ‘એક દેશ-એક સંવિધાન’ની ચર્ચા થાય છે, પણ વિવિધતાથી ભરેલા આ દેશમાં અનેક સ્થાનો એવા છે જ્યાં લોકો પોતાના જ કાયદા-કાનૂન પાળતા હોય છે. એ કાયદા-કાનૂન પણ એટલા બધા વિચિત્ર હોય છે કે આપણે સાંભળીને ચોંકી જઈએ. માનો યા ના માનો પણ ભારતમાં જ એક એવું ગામ છે જ્યાં એક સાથે અનેક રસપ્રદ વાતો સમાયેલી છે. પહેલું તો એ કે તમે આ ગામમાં કોઈ પણ વસ્તુને સ્પર્શ કરી શકતા નથી. જો તમે અહીં કોઈ પણ વસ્તુને સ્પર્શ કરશો તો ગામના કાયદા મુજબ તમને એક હજારથી લઈને બે હજાર કે તેથી વધુ પણ દંડ થઈ શકશે. માની ના શકાય તેવી વાત છે, પણ આ ગામની આવી પણ બીજી ઘણી ખાસિયતો અને રહસ્યો છે જે સાંભળીને તમે ચોંકી જશો. ભારતના સંવિધાનથી અલગ કાયદાઓ અને માન્યતાઓ ધરાવતું આ ગામ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં વસેલું છે. આ ગામનું નામ છે મલાણા. અહીં ગામની બહારથી આવતા કોઈ પણ વ્યક્તિને ગામની એક પણ વસ્તુ કે સ્થાનને સ્પર્શવાની પરવાનગી નથી. મંદિરને પણ નહીં, દુકાનને પણ નહીં કે અહીંના વૃક્ષો કે અન્ય ચીજોને પણ નહીં. જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ કોઈ વસ્તુને સ્પર્શી જાય તો તેની પાસેથી તાત્કાલિક ધોરણે દંડ વસૂલ કરવામાં આવે છે. ઘણે સ્...

ભારતમાં 5Gનાં ફાંફા, ત્યારે ચીન અને અમેરિકા 6G લોન્ચ કરવાની તૈયારીમાં...

Image
  6G ની મહત્તમ સ્પિડ 5Gની તુલનામાં 100 ગણી વધુ હશે, 6G ની સ્પિડ 1000Gbps પણ હોઇ શકે.   ભારતમાં હજુ સુધી 5G સર્વિસ લોન્ચ થઇ શકી નથી ત્યાં ચીન અને અમેરિકા 6G લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે, ચીન છેલ્લા ઘણા સમયથી 6G પર કામ કરી રહ્યું છે, ચીનની કંપની Huawei નું 6G રિસર્ચ સેન્ટર કેનેડામાં છે. અહીં આ ટેકનોલોજી પર કામ ચાલી રહ્યું છે, રિપોર્ટમાં જણાવાયું છે કે ગત વર્ષ નવેમ્બર મહિનામાં 6G ટ્રાન્સમિશન પર એકવેવ્સનાં ટેસ્ટિંગ માટે એક સેટેલાઇટ પણ લોન્ચ કરવામાં આવ્યો હતો.  હવે ચીનની કંપની ZTE પણ યુનિકોમ હોંગકોંગ સાથે મળીને આ ટેકનોલોજી પર કામ કરી રહી છે, ભારતમાં 5G લોન્ચિંગની વાત કરીએ તો આ વર્ષે માર્ચમાં 5G સ્પેક્ટ્રમની નિલામી થશે, પરંતું એક રિપોર્ટ મુજબ આ ટેકનોલોજીને ભારતમાં વર્ષ 2022 સુધી રોલઆઉટ નહીં  કરવામાં આવે. અમેરિકા અને ચીન વચ્ચે 6G ટેકનોલોજી માટે રીતસરનું યુધ્ધ ચાલી રહ્યું છે, અમેરિકામાં ટ્રમ્પની સરકાર હતી ત્યારથી તેના પર કામ ચાલી રહ્યું છે, તે માટે અમેરિકામાં ધ એલાયન્સ ફોર ટેલિકોમ્યુનિકેશનન્સ ઇન્ડસ્ટ્રી સોલ્યુસન્સ (ATIS) ની રચના કરવામાં આવી હતી, આ ટેકનોલોજી પ...

સ્વાદ જ નહીં, સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે કસૂરી મેથી, જાણો તેના ફાયદા...

Image
  આપણે કેટલાય મસાલાનો પોતાની ડેલી લાઇફમાં ઉપયોગ કરતા હોઇએ છીએ પરંતુ તેના ફાયદાઓથી અજાણ રહીએ છીએ. એવી જ એક વસ્તુ છે કસૂરી મેથી. કસૂરી મેથી સ્વાદમાં થોડીક કડવી હોય છે પરંતુ તેનો ઉપયોગ કરવાથી વાનગીનો સ્વાદ કેટલાય ઘણો વધી જાય છે. આટલુ જ નહીં સ્વાદની સાથે સાથે આ સ્વાસ્થ્ય માટે પણ કેટલાય કિસ્સામાં ફાયદાકારક હોય છે. જો આપણે કસૂરી મેથીને પોતાના રેગ્યુલર ભોજનમાં સામેલ કરીએ તો આપણે કેટલીય બીમારીઓથી સુરક્ષિત રહી શકીએ છીએ. જાણો, કસૂરી મેથી આપણા માટે કેવી રીતે ફાયદાકારક છે.    પાચનતંત્રને મજબૂત બનાવે છે જો તમને દસ્ત, ખરાબ પાચનશક્તિ અથવા તો કબજિયાત જેવી પેટની સમસ્યા રહે છે તો કસૂરી મેથીનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેમાં રહેલ ફાઇબર તમારા પાચનતંત્રને ઠીક કરે છે અને પેટને સાફ કરીને કબજિયાતથી પણ રાહત અપાવે છે. સંતુલિત પ્રમાણમાં ફાઇબર હોવાને કારણે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ પ્રક્રિયા પણ ઠીક રહે છે જેનાથી ભોજનને ડાઇજેસ્ટ કરવામાં સરળતા રહે છે.  હિમોગ્લોબીન વધે છે એનીમિયાને અટકાવવા માટે મેથી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં આયર્નનું પ્રમાણ ભરપૂર હોય છે જેનાથી હ...

ઈન્ટરનેટ યૂઝર્સના મામલામાં બિહારના ગામડા સૌથી આગળ, જાણો તમારૂ શહેર ક્યાં નંબરે છે?

Image
   ગ્રામીણ વિસ્તારોમાં જો ઈન્ટરનેટ(Internet)ના ઉપયોગની વાત કરવામાં આવે તો બિહાર(Bihar)ના ગામડામાં સૌથી વધુ ઈન્ટરનેટ યૂઝર્સ છે. જો શહેરની વાત કરવામાં આવે તો દિલ્હી(Delhi)માં સૌથી વધુ યૂઝર્સ છે. જો કે દિલ્હી દેશની રાજધાની છે. બિઝનેસને હિસાબે પણ દિલ્હી એક મોટુ હબ છે. ઈન્ડિયન ટેલિકોમ સર્વિસ(Telecom Service)ની રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. રિપોર્ટ પ્રમાણે, દેશના શહેરી વિસ્તારોમાં 474 મિલિયન તો ગામડામાં 302 મિલિયન ઈન્ટનેટ યૂઝર્સ છે.   30 સપ્ટેમ્બર 2020ની સ્થિતિ પર આ રિપોર્ટ 21 જાન્યુઆરી 2021 ના રોજ જાહેર કરવામાં આવી છે. જો દેશભરની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારોમાં 302.35 મિલિયન અને શહેરી વિસ્તારોમાં 474.11 મિલિયન ઈન્ટરનેટ યૂઝર્સ છે. બિહારના આ ગામમાં છે સૌથી વધુ ઈન્ટરનેટ યૂઝર્સ ઈન્ડિયન ટેલીકોમ સર્વિસ ઈન્ડીકેટરની રિપોર્ટમાં આ ખુલાસો થયો છે કે, દેશભરના ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો સોથી વધુ 32.83 મિલિયન ઈન્ટરનેટ યૂઝર્સ બિહારના ગામડામાં રહે છે. મધ્ય પ્રદેશની વાત કરીએ તો અહીંયા 20.84 મિલિયન ઈન્ટરનેટ યૂઝર્સ છે અને રાજસ્થાનમાં 20.49 મિલિયન છે.    શહેરમાં દિલ્હી બા...

પૈસાનાં વરસાદની લાલચમાં રાજકોટનો વેપારી તાંત્રિકની વાતોમાં ફસાયો, લાખોનો ચૂનો લાગ્યો..........

Image
  રાજકોટના ઈમિટેશન વેપારીને (Rajkot Businessman) મુંબઈ સ્થિત તાંત્રિકનો ભેટો થઈ જઈ પૈસાના વરસાદ (Tantrik Money Rain Duping) ની વિધિના બહાને કહેવાતા તાંત્રિકોએ કારમાં સુરત સુધી આવી 6.72 લાખ પડાવી લીધા બાદ પૈસાનો વરસાદ નહીં થતાં કહેવાતાં તાંત્રિકને માર મારવાની ઘટનામાં બંને પક્ષે કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી ગઈ હતી. રાજકોટ ખાતે રહેતાં જલારામ કેશવદાસ ગોંડલિયા (ઉં-45) રાજકોટ ખાતે ઈમિટેશનનો વેપાર કરે છે. સુરતમાં રહેતાં મિત્ર દિલીપ પ્રજાપતિ મારફતે ઈન્દોરના શૈલેન્દ્ર ઉર્ફે ઠાકોર ભવરસિંગ ભાટી સાથે વેપારધંધા અર્થે મિત્રતા થઈ હતી. એક સપ્તાહ પૂર્વે મુંબઈ મલાડમાં મનાલી હોટેલમાં રોકાયા હતા. ત્યારે યુપીથી એક તાંત્રિક ગુરુજી આવ્યા છે. તાંત્રિક વિધિથી પૈસાનો વરસાદ કરાવે છે. તે અંધેરીની જેકે હોટેલમાં રોકાયા છે. વિધિમાં કેટલો ખર્ચ થાય છે તેમ પુછતાં શૈલેન્દ્રે છ લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું.   જો કે વેપારી જલારામ ગોંડલિયાએ વિધિ મુંબઈ નહીં ગુજરાત કરાવવાનું કહેતાં ગત 6 ફેબ્રુ.ના રોજ કારમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ટોલનાકા પાસે આવેલ જલારામ હોટેલમાં રોકાયા હતા. ...

એન્ટી-નેશનલ્સ વિરુદ્ધ અમિત શાહે બનાવી સાયબર આર્મી, જાણો કેવી રીતે આપ પણ બની શકો છો વોલિન્ટિયર

Image
સોશિયલ મીડિયા કે ઈન્ટરનેટ પર સરકાર હવે પોતાની સાયબર આર્મી ઉતારવાની તૈયારી કરી રહી છે. સરકારે તેને સાઈબર વોલિન્ટિયર નામ આપ્યુ છે. તેનું કામ સોશિયલ મીડિયા કે ઈન્ટરનેટ પર ચાલી રહેલી દેશવિરોધી પ્રવૃતિઓ પર નજર રાખવાનું હશે અને સરકારને તેનો રિપોર્ટ આપવાનો રહેશે. તેના પછી સરકાર એ કન્ટેન્ટ કે પોસ્ટ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે. અમિત શાહ જે ગૃહ મંત્રાલય સંભાળે છે, તેણે ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C)ને આ સમગ્ર કામ માટે નોડલ એજન્સી બનાવી છે. સરકારે સાયબર વોલિન્ટિયરની નિયુક્તિનું કામ શરૂ કરી દીધું છે. હાલમાં તેને પાઈલટ પ્રોજેક્ટ તરીકે જમ્મુ-કાશ્મીર અને ત્રિપુરામાં શરૂ કરાયેલ છે. તેના પછી જ તેને દેશભરમાં શરૂ કરી શકાય છે. પરંતુ ક્યાં સુધી? સરકારે બધુ જણાવ્યું નથી. સાયબર વોલિન્ટિયર એટલે શું... આપણે સૌ સ્કૂલ-કોલેજમાં ક્યારેકને ક્યારેક વોલિન્ટિયરિંગ કરીએ જ છીએ. આ પણ એ જ વોલિન્ટિયરિંગ છે. બસ તેમાં સોશિયલ મીડિયા કે ઈન્ટરનેટ પર જે કંઈ પણ લખવામાં આવે છે, શેર કરવામાં આવી રહ્યું છે, તેને જોવાનું રહેશે કે એ દેશવિરોધી તો નથીને? જો દેશવિરોધી છે કે એવી કન્ટેન્ટ કે જે ગેરકાયદે છે, તો ત...