પૈસાનાં વરસાદની લાલચમાં રાજકોટનો વેપારી તાંત્રિકની વાતોમાં ફસાયો, લાખોનો ચૂનો લાગ્યો..........
રાજકોટના ઈમિટેશન વેપારીને (Rajkot Businessman) મુંબઈ સ્થિત તાંત્રિકનો ભેટો થઈ જઈ પૈસાના વરસાદ (Tantrik Money Rain Duping) ની વિધિના બહાને કહેવાતા તાંત્રિકોએ કારમાં સુરત સુધી આવી 6.72 લાખ પડાવી લીધા બાદ પૈસાનો વરસાદ નહીં થતાં કહેવાતાં તાંત્રિકને માર મારવાની ઘટનામાં બંને પક્ષે કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી ગઈ હતી.
રાજકોટ ખાતે રહેતાં જલારામ કેશવદાસ ગોંડલિયા (ઉં-45) રાજકોટ ખાતે ઈમિટેશનનો વેપાર કરે છે. સુરતમાં રહેતાં મિત્ર દિલીપ પ્રજાપતિ મારફતે ઈન્દોરના શૈલેન્દ્ર ઉર્ફે ઠાકોર ભવરસિંગ ભાટી સાથે વેપારધંધા અર્થે મિત્રતા થઈ હતી. એક સપ્તાહ પૂર્વે મુંબઈ મલાડમાં મનાલી હોટેલમાં રોકાયા હતા. ત્યારે યુપીથી એક તાંત્રિક ગુરુજી આવ્યા છે. તાંત્રિક વિધિથી પૈસાનો વરસાદ કરાવે છે. તે અંધેરીની જેકે હોટેલમાં રોકાયા છે. વિધિમાં કેટલો ખર્ચ થાય છે તેમ પુછતાં શૈલેન્દ્રે છ લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું.
જો કે વેપારી જલારામ ગોંડલિયાએ વિધિ મુંબઈ નહીં ગુજરાત કરાવવાનું કહેતાં ગત 6 ફેબ્રુ.ના રોજ કારમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ટોલનાકા પાસે આવેલ જલારામ હોટેલમાં રોકાયા હતા. ગત 9 ફેબ્રુ.ના રોજ પૈસાનો વરસાદ વરસાવવાની વિધિ સાંજે પાંચથી સાત વાગ્યા સુધીમાં કરવાનું જણાવી સતપાલ ગુરુજી કામરેજ આવી જશેનું જણાવ્યું હતું. વિધિની સામગ્રી પૈકી 15 હજાર તથા કસ્તૂરી નામની દવાના 6 લાખ આપવાની વાત કરી હતી.
સોદો નક્કી થયા બાદ વેપારી છ લાખ લઈને જાવેદ અને વિકાસ શૈલેન્દ્ર અને નૂરભાઈને લઈને મુંબઈ ગયા હતા. કસ્તૂરી લઈ પરત આવ્યા સચિન પાસે ભાટિયા ટોલનાક જતાં ડાબી બાજુએ આવેલાં એક કારખાનામાં વિધિ શરૂ કરાઈ હતી. વિધિમાં કસ્તૂરીની બાટલી ફૂટેલી હોય હવે વિધિ થશે નહીં.
પરિસ્થિતિ પામી ગયેલાં વેપારી તેમજ મિત્ર શૈલેન્દ્રએ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવતાં બંને ચીટરોને માર મારી ચૂકવેલાં પૈસા પાછા માગ્યા હતા. જે બાદ આ મામલો કામરેજ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. બંને પક્ષે ગુનો નોંધીને પોલીસ ફરિયાદ નોધાવી છે.
Comments
Post a Comment