ધૂમ 4માં વિલનના પાત્રમાં જોવા મળશે દીપિકા પદુકોણ ?
બોલીવૂડની લોકપ્રિય ફ્રેન્ચાઇઝી ધૂમને લઇને કહેવાય છે કે, દીપિકા પદુકોણ આ સીરીઝના ફોર્થ પાર્ટમાં વિલનના રોલમાં જોવા મળવાની છે.
મીડિયા
રિપોર્ટના અનુસાર ધૂમ ચારના મેકર્સને ફિલ્મના ખલનાયકના રોલ માટે દીપિકા
પદુકોણનો સંપર્ક કર્યો છે. તેઓ આ વખતે એક નવો પ્રયોગ કરીને ફીમેલ વિલનને
લાવવા પૂરી રીતે તૈયાર છે. દીપિકા પણ આ પડકારજનક પાત્ર માટે ઉત્સાહિત છે.
જોકે તેણે આ ફિલ્મ સાઇન કરતા પહેલા પોતાની તારીખનો મેળ કરવો પડશે.
ધૂમ સીરિઝ પોતાની સ્ટાઇલિશ ચેજ સીકવન્સ અને લોકેશન માટે જાણીતી છે. અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા અત્યાર સુધીમાં દરેક ભાગમા ંજોવા મળ્યા છે. જ્યારે પહેલા પાર્ટમાં જોન અબ્રાહમ, બીજા ભાગમાં હૃતિક રોશન અને ત્રીજા ભાગમાં આમિર ખાને વિલનની ભૂમિકા કરી હતી. આ ફિલ્મની ચોથી ફ્રન્ચાઇજીમાં ફીમેલ વિલન હોવું એ રસપ્રદ રહેશે.
Comments
Post a Comment