વારંવાર નોકરી બદલી રહ્યા હો તો ચેતી જજો, પર્સનલ લોન નહીં મળે અને ક્રેડિટ હિસ્ટ્રી સારી નહીં હોય તો લોન રિજેક્ટ થઈ જશે

 

જ્યારે લોકોને પૈસાની જરૂર પડે ત્યારે તે સામાન્ય રીતે પર્સનલ લોન લે છે. પરંતુ આ લોન મેળવવી પણ સરળ નથી. બેંકો અથવા નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFC) કોઈપણ વ્યક્તિને લોન આપતા પહેલાં અરજદાર વિશે ઘણી બાબતો ધ્યાનમાં લે છે. જો આમાંથી કોઈપણ તેમને અયોગ્ય લાગી તો તમારી અરજી નામંજૂર થઈ શકે છે. અહીં તમને એવી 5 વસ્તુઓ જણાવવામાં આવી છે જેની પર તમારી લોનની મંજૂરી આધારિત હોય છે.

સિબિલ સ્કોર સારો હોવો જોઈએ
સિબિલ સ્કોરથી વ્યક્તિની ક્રેડિટ હિસ્ટ્રી જાણવા મળે છે. પર્સનલ લોનના કેસમાં બેંકો નિશ્ચિતપણે અરજદારનો સિબિલ સ્કોર તપાસે છે. ક્રેડિટ સ્કોર ઘણી ચોક્કસ ક્રેડિટ પ્રોફાઇલિંગ કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. આમાં એવું જોવામાં આવે છે કે તમે પહેલાં લોન લીધી છે અથવા ક્રેડિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કર્યો છે કે નહીં. કોઈપણ વ્યક્તિનો ક્રેડિટ સ્કોર રિપેમેન્ટ હિસ્ટ્રી, ક્રેડિટ વપરાશ, કરન્ટ લોન અને બિલોની સમયસર ચૂકવણીથી જાણવા મળે છે. આ સ્કોર 300-900ની રેન્જમાં હોય છે. પરંતુ 700 અથવા તેથી વધુનો સ્કોર લોન લેનારી વ્યક્તિ માટે સારો માનવામાં આવે છે.


 

મોટી રકમની લોન માટે અપ્લાય ન કરો
પર્સનલ લોન આપતી બેંકો અથવા નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ તમારી અરજીને મંજૂરી આપતા પહેલા તમારી ક્રેડિટ હિસ્ટ્રી ચેક કરે છે. આવી સ્થિતિમાં, જો તમે ઘણી બેંકોમાં અરજી કરી હોય તો તમારી અરજી નામંજૂર થઈ શકે છે. તેથી, ઘણી બેંકોમાં લોન માટે વારાફરતી અથવા વધુ પડતી અરજી કરવાનું ટાળો.

ફિક્સ ઓબ્લિગેશન ટૂ ઇન્કમ રેશિયોનું ધ્યાન રાખો
જ્યારે આપણે બેંકમાં લોન માટે અરજી કરીએ છીએ ત્યારે બેંક ફિક્સ ઓબ્લિગેશન ટૂ ઇન્કમ રેશિયો (FOIR) પણ ચેક કરે છે. તેનાથી જાણવા મળે છે કે તમે દર મહિને કેટલી રકમની લોન ચૂકવી શકો છો. FOIR બતાવે છે કે તમારી પહેલેથી ચાલી રહેલી EMI, મકાનનું ભાડું, વીમા પોલિસી અને અન્ય ચૂકવણીઓ એ તમારી વર્તમાન આવકની કેટલી ટકાવારી છે. જો લોનદાતાનો આ બધી વસ્તુ પર થનારો ખર્ચ તમારા પગારના 50% સુધી લાગે તો તે તમારી લોન અરજીને નકારી શકે છે. તેથી, ધ્યાનમાં રાખો કે તમારી EMI રકમ આના કરતા વધુ ન હોવી જોઈએ.

વારંવાર નોકરી બદલી તો કરિયર પર નકારાત્મક અસર પડશે
જો તમે વારંવાર નોકરી બદલતા હો તો એ પણ તમારી પર્સનલ લોન એપ્લિકેશન માટે યોગ્ય નથી. વારંવાર નોકરી બદલવાથી એ તમારી કરિયરને નકારાત્મક અસર કરે છે. અને તેથી આવી વ્યક્તિઓને પર્સનલ લોન આપવી તે થોડી જોખમી માનવામાં આવે છે. આ કારણોસર લોન મળવાની સંભાવના ઓછી થઈ જાય છે.

સંબંધિત બેંકમાં અરજી કરવી યોગ્ય રહેશે
જો તમારી પાસે નિયમિત આવક નથી અથવા તમારો ક્રેડિટ સ્કોર નબળો છે તો તમારે એ જ બેંકમાં લોન માટે અરજી કરવી જોઈએ જ્યાં તમારું અકાઉન્ટ અથવા ફિક્સ ડિપોઝિટ (FD) છે. જો તમે એક જ બેંકમાંથી લોન માટે અરજી કરશો તો પછી લોન સરળતાથી મળી શકે છે.

Comments

Popular posts from this blog

50 વર્ષની ઉંમરવાળા લોકોએ તેમના આહારમાં ઉમેરવી જોઈએ આ ચીજવસ્તુઓ