ઈન્ટરનેટ યૂઝર્સના મામલામાં બિહારના ગામડા સૌથી આગળ, જાણો તમારૂ શહેર ક્યાં નંબરે છે?


 

 ગ્રામીણ વિસ્તારોમાં જો ઈન્ટરનેટ(Internet)ના ઉપયોગની વાત કરવામાં આવે તો બિહાર(Bihar)ના ગામડામાં સૌથી વધુ ઈન્ટરનેટ યૂઝર્સ છે. જો શહેરની વાત કરવામાં આવે તો દિલ્હી(Delhi)માં સૌથી વધુ યૂઝર્સ છે. જો કે દિલ્હી દેશની રાજધાની છે. બિઝનેસને હિસાબે પણ દિલ્હી એક મોટુ હબ છે. ઈન્ડિયન ટેલિકોમ સર્વિસ(Telecom Service)ની રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. રિપોર્ટ પ્રમાણે, દેશના શહેરી વિસ્તારોમાં 474 મિલિયન તો ગામડામાં 302 મિલિયન ઈન્ટનેટ યૂઝર્સ છે.


 

30 સપ્ટેમ્બર 2020ની સ્થિતિ પર આ રિપોર્ટ 21 જાન્યુઆરી 2021 ના રોજ જાહેર કરવામાં આવી છે. જો દેશભરની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારોમાં 302.35 મિલિયન અને શહેરી વિસ્તારોમાં 474.11 મિલિયન ઈન્ટરનેટ યૂઝર્સ છે.

બિહારના આ ગામમાં છે સૌથી વધુ ઈન્ટરનેટ યૂઝર્સ

ઈન્ડિયન ટેલીકોમ સર્વિસ ઈન્ડીકેટરની રિપોર્ટમાં આ ખુલાસો થયો છે કે, દેશભરના ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો સોથી વધુ 32.83 મિલિયન ઈન્ટરનેટ યૂઝર્સ બિહારના ગામડામાં રહે છે. મધ્ય પ્રદેશની વાત કરીએ તો અહીંયા 20.84 મિલિયન ઈન્ટરનેટ યૂઝર્સ છે અને રાજસ્થાનમાં 20.49 મિલિયન છે. 


 

શહેરમાં દિલ્હી બાદ આમનો આવે છે નંબર

રિપોર્ટ પ્રમાણે, શહેરી વિસ્તારમાં 41.08 મિલિયન ઈન્ટનેટ યૂઝર્સ સાથે દિલ્હી પહેલા નંબરે આવે છે, પરતુ બીજા નંબરે 39.86 મિલિયન ઈન્ટનેટ યૂઝર્સ સાથે મહારાષ્ટ્ર છે. ત્રીજા નંબરે તમિલનાડુ 38.43 મિલિયન ઈન્ટનેટ યૂઝર્સ છે. આ કેટેગરીમાં યૂપી ઈસ્ટમાં 26.36 મિલિયન ઈન્ટનેટ યૂઝર્સ, યૂપી વેસ્ટમાં 24.14 મિલિયન ઈન્ટનેટ યૂઝર્સ, રાજસ્થાન 22.86 મિલિયન ઈન્ટનેટ યૂઝર્સ અને મધ્ય પ્રદેશમાં 30.48 મિલિયન ઈન્ટનેટ યૂઝર્સ છે.

 

 

Comments

Popular posts from this blog

50 વર્ષની ઉંમરવાળા લોકોએ તેમના આહારમાં ઉમેરવી જોઈએ આ ચીજવસ્તુઓ