નસીબ હોય તો આ કૂતરા જેવાં, 8 વર્ષનો શ્વાન લુલુ બન્યો 36 કરોડની સંપત્તિનો માલિક
કયા માણસના નસીબ કયારે પલટી જાય તે અંગે કંઈ કહી ન શકાય. એવી અનેક વાતો તમે સાંભળી હશે જેમાં કોઈ શખ્સના નસીબ રાતોરાત બદલાય ગયા હોય. પરંતુ તમને કોઈ કહે એક કૂતરો 36 કરોડનો માલિક બની ગયો છે તો આ સાંભળીને આશ્ચર્ય જરૂરથી થાય. પરંતુ આ એક હકિકત છે.
કૂતરા માટે 5 મિલિયન ડોલરની સંપત્તિ
અમેરિકાના ટેનેસી
શહેરમાં રહેતા બિલ ડોરિસ મોત પછી પોતાના કૂતરા 'લુલુ' માટે 5 મિલિયન ડોલર
(36 કરોડ 29 લાખ 55 હજાર 250 રૂપિયા)ની મસમોટી રકમની સંપત્તિ છોડી ગયા છે.
રિપોર્ટ મુજબ બિલ ડોરિસને પોતાના 8 વર્ષના કૂતરા લુલુને ઘણો જ પ્રેમ કરતા
હતા.
પોતાની સંપત્તિને એક ટ્રસ્ટમાં રૂપાંતરિત કરાવી
બિલ
ડોરિસે નિધન પહેલાં કૂતરા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો અને અંતિમ ઈચ્છા
વ્યક્ત કરી, તેમના નિધન બાદ તેમની સંપત્તિને એક ટ્રસ્ટમાં હસ્તાંતરિત કરી
દેવામાં આવી છે, કે જેથી લુલુની સારી રીતે સારસંભાળ થઈ શકે. એક રિપોર્ટ
મુજબ ડોરિસે કૂતરા લુલુને પોતાની મિત્ર માર્થ બર્ટનની દેખભાળ માટે છોડી
દેવામાં આવ્યો છે. ડોરિસે પોતાની વીલમાં કહ્યું છે કે બર્ટનને લુલુની યોગ્ય
સારસંભાળ માટે ટ્રસ્ટમાં જમા પૈસામાંથી માસિક ખર્ચ આપવામાં આવે.
શ્વાન અને ડોરિસ વચ્ચે હતો અનહદ પ્રેમ
પોતાના દિવંગત
મિત્ર ડોરિસના લુલુ સાથેના સંબંધ અંગે વાત કરતા, બર્ટને એક સમાચાર ચેનલને
જણાવ્યું કે, 'હું હકિકતમાં નથી જાણતી કે તમને સત્ય જણાવવા માટે તે અંગે
શું વિચારવાનું છે. તેઓ હકિકતમાં કૂતરાને પ્રેમ કરતા હતા.'
કૂતરા માટે કરોડો રૂપિયા
હજુ
તે સ્પષ્ટ નથી કે ડોરિસની સંપત્તિ કેટલી છે, પરંતુ ધ ન્યૂયોર્ક પોસ્ટ મુજબ
તેમના મિત્રોએ ખુલાસો કર્યો કે તેમની પાસે મોટા પ્રમાણમાં અચલ સંપત્તિ અને
અલગ-અલગ કંપનીઓમાં રોકાણ છે.
આ ઉપરાંત લુલુને જે મોટી રકમ તેના માલિક પાસેથી વિરાસતમાં મળી છે, તેનો નવો માલિક પોતાની મરજીથી તે રકમનો ઉપયોગ નહીં કરી શકે. વસિયતમાં માત્ર યોગ્ય માસિક ખર્ચ માટે બર્ટનને પૈસા આપવાની મંજૂરી આપવામાં આવી છે. એક કૂતરા માટે આ રકમ જ તેની પુરી ઉંમરથી અનેક ગણી વધારે છે. બર્ટને ન્યૂયોર્ક પોસ્ટને જણાવ્યું કે તે કૂતરાની સારી સારસંભાળ રાખવાના પ્રયાસ કરશે. આ પહેલી વખત નથી કે જ્યારે એક પાળતુ જાનવરના માલિકે પોતાના મોત બાદ પોતાના ભાગ્યશાળી કૂતરા માટે કરોડો રૂપિયા છોડ્યા હોય.
Comments
Post a Comment