ટીમ ઇન્ડિયાની પહેલી વર્લ્ડકપ જીત પર બનેલી ફિલ્મ 83 થિયેટરમાં જ રિલીઝ થશે.

 

ટીમ ઇન્ડિયાની પહેલી વર્લ્ડકપ જીત પર બનેલી ફિલ્મ 83 થિયેટરમાં જ રિલીઝ થશે. આ વાત ખુદ રણવીર સિંહે તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી છે. આ વર્લ્ડકપ જીતનું 37મુ વર્ષ છે. ખાસ વાત એ છે કે ફિલ્મ જૂનમાં જ રિલીઝ થવાની છે. ડેટ 4 જૂન રાખવામાં આવી છે. 83 ફિલ્મ 5 ભાષામાં હિન્દી, તમિળ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ કરવામાં આવશે.

 Image result for movie 83

દીપિકા- રણવીરની જોડી ફરી એકવાર સાથે
ફિલ્મમાં દીપિકા પાદુકોણ એકવાર ફરી રણવીર સિંહ સાથે સ્ક્રીન શેર કરશે. તે કપિલ દેવની વાઈફ રોમીના રોલમાં હશે. આ 2018માં પદ્માવત બાદ આવેલી દીપિકા- રણવીરની જોડીની આ પાંચમી ફિલ્મ છે. કબીર ખાન ડિરેક્ટર છે. ફિલ્મ 3Dમાં પણ રિલીઝ થશે. હાલમાં જ રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસમાં પણ દીપિકાના કેમિયો માટે હા પાડી છે.

એક જ દિવસમાં 6 ફિલ્મોની રિલીઝ ડેટ
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રિલીઝ અનાઉન્સમેન્ટ્સનો આ એક રેકોર્ડ કહી શકાય છે, જ્યારે એક જ દિવસ 6 મોટી ફિલ્મોની રિલીઝ ડેટ અનાઉન્સ કરવામાં આવી. 19 ફેબ્રુઆરીએ અમિતાભ બચ્ચનની ઝુંડ. ધનુષ- અક્ષયની અત્રંગી રે, અક્ષય કુમારની બેલબોટમ, આયુષ્માન ખુરાનાની ચંદીગઢ કરે આશિકી, રણવીરની 83 અને લવ રંજનની અનામ ફિલ્મની રિલીઝ ડેટ પણ સામેલ છે.

તેના ઠીક બે દિવસ પહેલાં યશરાજ ફિલ્મ્સે પણ તેની 5 ફિલ્મોની રિલીઝ ડેટ અનાઉન્સ કરી છે, જે લોકડાઉનને કારણે વર્ષ 2020માં રિલીઝ નહોતી થઈ શકી.

Comments

Popular posts from this blog

50 વર્ષની ઉંમરવાળા લોકોએ તેમના આહારમાં ઉમેરવી જોઈએ આ ચીજવસ્તુઓ