સોશિયલ મીડિયા કે ઈન્ટરનેટ પર સરકાર હવે પોતાની સાયબર આર્મી ઉતારવાની તૈયારી કરી રહી છે. સરકારે તેને સાઈબર વોલિન્ટિયર નામ આપ્યુ છે. તેનું કામ સોશિયલ મીડિયા કે ઈન્ટરનેટ પર ચાલી રહેલી દેશવિરોધી પ્રવૃતિઓ પર નજર રાખવાનું હશે અને સરકારને તેનો રિપોર્ટ આપવાનો રહેશે. તેના પછી સરકાર એ કન્ટેન્ટ કે પોસ્ટ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે. અમિત શાહ જે ગૃહ મંત્રાલય સંભાળે છે, તેણે ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C)ને આ સમગ્ર કામ માટે નોડલ એજન્સી બનાવી છે. સરકારે સાયબર વોલિન્ટિયરની નિયુક્તિનું કામ શરૂ કરી દીધું છે. હાલમાં તેને પાઈલટ પ્રોજેક્ટ તરીકે જમ્મુ-કાશ્મીર અને ત્રિપુરામાં શરૂ કરાયેલ છે. તેના પછી જ તેને દેશભરમાં શરૂ કરી શકાય છે. પરંતુ ક્યાં સુધી? સરકારે બધુ જણાવ્યું નથી. સાયબર વોલિન્ટિયર એટલે શું... આપણે સૌ સ્કૂલ-કોલેજમાં ક્યારેકને ક્યારેક વોલિન્ટિયરિંગ કરીએ જ છીએ. આ પણ એ જ વોલિન્ટિયરિંગ છે. બસ તેમાં સોશિયલ મીડિયા કે ઈન્ટરનેટ પર જે કંઈ પણ લખવામાં આવે છે, શેર કરવામાં આવી રહ્યું છે, તેને જોવાનું રહેશે કે એ દેશવિરોધી તો નથીને? જો દેશવિરોધી છે કે એવી કન્ટેન્ટ કે જે ગેરકાયદે છે, તો ત...
Comments
Post a Comment