New Smart phone 2021: 9 માર્ચે લોન્ચ થશે મોટોરાલાના g સિરીઝના 2 સ્માર્ટફોન, 64MPનો કેમેરા અને 6000mAhની બેટરી મળશે

 

  • મોટો g10 પાવર અને મોટો g30 બંનેમાં ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળશે
  • મોટો g30માં 6.5 ઈંચની મેક્સ વિઝન 90Hz ડિસ્પ્લે મળશે
  • મોટોરોલા 9 માર્ચે ભારતમાં તેની g સિરીઝના 2 લેટેસ્ટ સ્માર્ટફોન મોટો g10 પાવર અને મોટો g30 લોન્ચ કરશે. કંપનીએ સોશિયલ મીડિયા પર એક ટીઝર પોસ્ટ શેર કરી તેની માહિતી આપી છે. ઈ કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર તેની માઈક્રોસાઈટ પણ જનરેટ થઈ છે. તે પ્રમાણે, બંને ફોનનું સેલિંગ ફ્લિપકાર્ટ પર થશે. કંપનીએ મોટો g10 સાથે મોટો g30ને યુરોપમાં ફેબ્રુઆરીમાં પહેલાંથી જ લોન્ચ કર્યો છે. જોકે, મોટો g10 પાવર કંપની દ્વારા રજૂ કરવામાં આવેલું એક નવું મોડેલ છે.
    • ભારતમાં મોટો g10 પાવર અને મોટો g30 9 માર્ચે બપોરે 12 વાગ્યે લોન્ચ થશે. મોટોરોલા ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પર અપકમિંગ ફોનનું શિડ્યુલ શેર કર્યું છે. ટ્વીટમાં એક ઈમેજમાં બંને ફોનની ફ્રન્ટ અને બેક પેનલ જોવા મળે છે. ટીજર ઈમેજ પ્રમાણે, ફોનમાં થિંકશીલ્ડ સિક્યોરિટી ફોકસ્ડ ફીચર મળશે. બંને ફોન સ્ટૉક એન્ડ્રોઈડ 11 એક્સપિરિઅન્સ સાથે આવશે.
    • ટીજર ઈમેજ પ્રમાણે, મોટો g10 પાવર અને મોટો g30 બંનેમાં ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળશે. આ સિવાય વોટરડ્રોપ ડિસ્પ્લે પણ મળશે. મોટો g10 પાવરમાં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે જ્યારે g30માં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે. મોટો g10 પાવરની ડિઝાઈન મોટો g10 જેવી જ જોવા મળી રહી છે.

    ફ્લિપકાર્ટ પર માઈક્રોસાઈટ લોન્ચ
    મોટોરોલા ઈન્ડિયા દ્વારા રિલીઝ કરવામાં આવેલાં ટીજર પેજ પ્રમાણે, ફ્લિપકાર્ટે ભારતમાં મોટો g10 અને મોટો g30 લોન્ચ સંબંધિત માઈક્રોસાઈટ લોન્ચ કરી છે. જોકે હાલ ફોન વિશે અન્ય કોઈ માહિતી કંપનીએ શેર કરી નથી.

     Image

    ફોનનાં સ્પેસિફિકેશન્સ

    • માઈક્રોસાઈટ પ્રમાણે, મોટો g10 પાવરમાં 6000mAhની બેટરી મળશે.
    • કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જમાં બેટરી 190 કલાકનો મ્યુઝિક પ્લેબેક ટાઈમ, 23 કલાકનો વીડિયો પ્લેબેક ટાઈમ અને 20 કલાકનો બ્રાઉઝિંગ ટાઈમ આપે છે.
    • મોટો g30માં 6.5 ઈંચની મેક્સ વિઝન 90Hz ડિસ્પ્લે મળશે.
     

Comments

Popular posts from this blog

એન્ટી-નેશનલ્સ વિરુદ્ધ અમિત શાહે બનાવી સાયબર આર્મી, જાણો કેવી રીતે આપ પણ બની શકો છો વોલિન્ટિયર

NEW GAS STEOVE 2021: 50% OFF

Weekly Current Affairs Quiz: 8 February to 14 February 2021