સોનાની કિંમત 41 હજારે પહોંચશે:સરકારની સોવરેન બોન્ડથી ઘટ્યાં સોનાના ભાવ, બોન્ડનો ભાવ 274 રૂપિયા પ્રતિ ગ્રામ વધારે

 1 વર્ષમાં સોનાની કિંમત 22% ઘટી, 13 %નો ઘટાડો તો આ વર્ષના 2 મહિનામાં જ આવ્યો

સોવરેન ગોલ્ડ બોન્ડ 2020-21ની 12મી સીરીઝ અંતર્ગત રોકાણનો આજે છેલ્લો દિવસ છે. ગોલ્ડ બોન્ડની આ સીરીઝની સબ્સક્રિપ્શન ભાવ 4,662 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવ્યો છે. પરંતુ અત્યારે પણ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂ. 43,887 થઈ ગયો છે. એટલે કે એક ગ્રામનો ભાવ રૂ. 4,388 થયો છે. આ સંજોગોમાં ગોલ્ડ બોન્ડ તમને ગ્રામ દીઠ રૂ. 274 મોંઘુ મળશે. તેના કારણે લોકો બોન્ડ ખરદીવાનું ટાળી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે, સોનાનો ભાવ હજી પણ નીચે આવી શકે છે.

 Gold prices hit all-time high in India

અત્યારે ગોલ્ડમાં રોકાણ કરવું યોગ્ય નથી
કેપિટલ વાયા ગ્લોબલ રિસર્ચના પ્રોડક્ટ મેનેજર ક્ષિતિજ પુરોહિતે કહ્યું કે, MCX પર ગોલ્ડના ભાવ 43,800થી 44,000 રૂપિયાની વચ્ચે ટ્રેડ કરે તેવી શક્યતા છે. જ્યારે COMEX પર 1,685-1660 ડોલરની નીચે ભાવ રહી શકે છે. તેમણે કહ્યું કે, જો બોન્ડના ભાવમાં આ પ્રમાણેનો વધારો જ ચાલુ રહેશે તો 10 ગ્રામ સોનાનો ભાવ 41,500 સુધી ઘટી શકે છે. જ્યારે મોતીલાલ ઓસવાલના વાઈસ પ્રેસિડન્ટ નવનીત દમાણીએ કહ્યું છે કે, MCX પર ગોલ્ડ 44,200થી 43,500 વચ્ચે રહેવાનો અંદાજ છે. 4 માર્ચે MCX પર એપ્રિલમાં ડિલીવરી વાળો વાયદો 10 ગ્રામનો રૂ. 44,540ના ભાવે બંધ થયો છે.

ગ્લોબલ ગોલ્ડ ETFની હોલ્ડિંગમાં 84.7 ટન સાનાનો ઘટાડો
વર્લ્ડ ગ્લોબલ કાઉન્સિલના પીઆર સોમાસુંદરમે કહ્યું કે, આ દરમિયાન ગ્લોબલ ગોલ્ડ ETFની હોલ્ડિંગમાં 84.7 ટન સોનાનો ઘટાડો થયો છે. તેમણે કહ્યું છે કે, અત્યાર સુધીના ઈતિહાસમાં કોઈ એક મહિનામાં આ 7મું સૌથી મોટું માસિક નુકસાન છે. દુનિયાનું સૌથી મોટું ગોલ્ડ આધારિત એક્સચેન્જડ ટ્રેડેડ ફંડ SPDR ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ 21 સપ્ટેમ્બર 2020ના રોજ તેના લાઈફટાઈમ હાઈ પર હતા. તેમાં 1,278.82 ટન ગોલ્ડ હતું. 4 માર્ચ 2021 સુધી તેમાં 200.5 ટન એટલે કે 15%નો ઘટાડો આવ્યો છે.

બીયર માર્કેટમાં પહોંચ્યું સોનું
અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારો અને મજબૂત ડોલરના કારણે સોનું આજે બીયર માર્કેટ (bear market territory)માં પ્રવેશ કરી લીધું છે. ગોલ્ડ ETFમાં સોના પર સતત વેચવાલીનું દબાણ થયું છે. કારણકે સોનામાં લોકોને હાલ નફો દેખાતો નથી. નોંધનીય છે કે, જ્યારે કોઈ એસેટ, કોમોડિટી અથવા સિક્યુરિટીની કિંમત તેના રેકોર્ડ હાઈથી 20 ટકા વધારે ઘટી જાય છે ત્યારે આ ઘટાડો બે મહિના કરતા વધારે રહે તો તેને બીયર માર્કેટ કહેવામાં આવે છે.

આ વર્ષે સોનામાં અત્યાર સુધી 22%નો ઘટાડો આવ્યો
5 માર્ચે સોનાનો 10 ગ્રામનો ભાવ 43,887 નોંધવામાં આવ્યો હતો. 1 વર્ષમાં સોનાની કિંમત 22 ટકા ઘટી છે. 13 ટકાનો ઘટાડો તો આ વર્ષના 2 મહિનામાં જ આવ્યો છે. 2021માં અત્યાર સુધીમાં સોનોના ભાવમાં 6,413નો ઘટાડો થયો છે. 1 જાન્યુઆરીએ આ ભાવ રૂ. 50,300 હતો.

અમદાવાદમાં પણ સોનાના ભાવ ઘટ્યાં
વૈશ્વિક બજારોના પગલે અમદાવાદમાં પણ સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 1 જાન્યુઆરી 2021ના રોજ 22 કેરેટ સોનાનો ભાવ રૂ. 51500 પ્રતિ 10 ગ્રામ આસપાસ ચાલતો હતો જે આજે 5 માર્ચના રોજ રૂ. 46300 થયો હતો. આ હિસાબે વિતેલા બે મહિનામાં અમદાવાદમાં સોનાનો ભાવ રૂ. 5,200 જેટલો ઘટ્યો છે.

 

Comments

Popular posts from this blog

એન્ટી-નેશનલ્સ વિરુદ્ધ અમિત શાહે બનાવી સાયબર આર્મી, જાણો કેવી રીતે આપ પણ બની શકો છો વોલિન્ટિયર

NEW GAS STEOVE 2021: 50% OFF

Weekly Current Affairs Quiz: 8 February to 14 February 2021