નવી કાર લેવાનું વિચારતા હો તો ગયા મહિને હેચબેક-સિડેન અને કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં કઈ 10 ગાડીઓ ટોપ પર રહી જાણી લો

 


ઓટો ઉદ્યોગ સંગઠન સિયામે તાજેતરમાં જાન્યુઆરી 2021ના ​​વેચાણના આંકડા જાહેર કર્યાં છે. જે મુજબ ગયા મહિને 3. 3.03 લાખથી વધુ પેસેન્જર વાહનોનું વેચાણ થયું હતું. જાન્યુઆરી 2020ની તુલનામાં આ 17.7%નો ગ્રોથ છે. મારુતિ સુઝુકીએ આ સમયગાળા દરમિયાન 1.39 લાખ ગાડીઓનું વેચાણ કર્યું હતું. 45.8% સાથે મારુતિની સૌથી વધુ ભાગીદારી રહી, જ્યારે 17% ભાગીદારી સાથે હ્યુન્ડાઇ બીજા નંબરે રહી. પરંતુ શું તમે જાણો છો કે સિડેન, હેચબેક અને કોમ્પેક્ટ SUVમાં સૌથી વધુ વેચાણ કોનું રહ્યું છે? ચાલો જાણીએ....

 

હેચબેક: અલ્ટોના વેચાણમાં -3.45%નો ઘટાડો, તેમ છતાં ટોપ પર
ગયા મહિને સૌથી વધુ વેચાયેલી હેચબેક મારુતિ અલ્ટો હતી. તેનું 18,260 યૂનિટનું વેચાણ થયું હતું. જો કે, ગત વર્ષ કરતાં આ -3.45%નો ઘટાડો છે. સ્વિફ્ટ 17,180 ગાડીઓ સાથે બીજા નંબરે વેચાયેલી હેચબેક હતી. અલ્ટ્રોઝના વેચાણમાં સેગમેન્ટમાં સૌથી વધુ 64%નો વધારો જોવા મળ્યો છે. ગયા મહિને ટાટાએ 7,378 અલ્ટ્રોઝનું વેચાણ કર્યું હતું.


 

કોમ્પેક્ટ SUV: હોન્ડા WR-Vનાં વેચાણમાં 943.96%નો વધારો
સેગમેન્ટમાં સૌથી વધુ 943.96%નો ગ્રોથ હોન્ડા WR-Vનો રહ્યો. હોન્ડાએ ગયા મહિને 1,211 WR-V વેચી, જ્યારે ગયા વર્ષે સમાન ગાળામાં માત્ર 116 WR-V વેચાઇ હતી. હ્યુન્ડાઇ વેન્યૂ 11,779 યૂનિટ સાથે સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ SUV હતી. આ વાર્ષિક 74.94%નો ગ્રોથ છે. નેક્સનના વેચાણમાં 143.19% ગ્રોથ રહ્યો છે.


 

સિડેનઃ ડિઝાયરના ગ્રોથમાં 32%નો ઘટાડો, તેમ છતાં ટોપ પર
ગયા મહિને મારુતિએ 15,125 ડિઝાયરનું વેચાણ કર્યું હતું. વાર્ષિક આમાં 32% ઘટાડો થયો હોવા છતાં ડિઝાયર લિસ્ટમાં ટોપ પર છે. હોન્ડા અમેઝ 5,477 યૂનિટ સાથે બીજી સૌથી વધુ વેચાનારી સિડેન રહી. ટાટા ટિગોરના વેચાણમાં સેગમેન્ટમાં સૌથી વધુ 127% વૃદ્ધિ નોંધાઈ છે. ગયા મહિને 2,025 ટાટા ટિગોરનું વેચાણ થયું હતું. સ્કોડા સુપર્બના વેચાણમાં 68.46%નો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે.


 

 

Comments

Popular posts from this blog

એન્ટી-નેશનલ્સ વિરુદ્ધ અમિત શાહે બનાવી સાયબર આર્મી, જાણો કેવી રીતે આપ પણ બની શકો છો વોલિન્ટિયર

NEW GAS STEOVE 2021: 50% OFF

Weekly Current Affairs Quiz: 8 February to 14 February 2021