PUBG GAME:ગેમનું લાઈટ વર્ઝન 29 એપ્રિલે દુનિયાભરમાં બંધ થઈ જશે, પ્લેયર સપોર્ટ 29 મે સુધી જ કામ કરશે.
જો તમે PUBG ગેમ લવર્સ છો તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. પ્લેયર અનનોન બેટલગ્રાઉન્ડ અર્થાત PUBGનું લાઈટ વર્ઝન આ મહિનાના અંત સુધી બંધ કરવામાં આવશે. તેની સર્વિસ 29 એપ્રિલથી બંધ થઈ જશે. તો પ્લેયર સપોર્ટ 29 મે સુધી જ કામ કરશે. PUBG લાઈટ હાલ કોઈ પણ પ્લેટફોર્મ પર ડાઉનલોડ માટે અવેલેબેલ નથી.
PUBG લાઈટ ફેસબુક પેજ લાઈવ રહેશે
પ્રેસ
રિલીઝ પ્રમાણે, PUBG લાઈટ ફેસબુક કાર્યરત રહેશે. તે શટડાઉન પછી પણ કામ
કરશે. ગત સપ્ટેમ્બરમાં જાહેરાત કરાઈ હતી કે L-COIN ટોપ અપ સિસ્ટમને
ટર્મિનેટ કરવામાં આવી રહી છે.
ગેમ પબ્લિશર ક્રૉફ્ટને કહ્યું કે અત્યાર સુધી PUBG લાઈટ ફેન્સ દ્વારા અમને જે સપોર્ટ મળી રહ્યો છે તેના અમે આભારી છીએ. કોરોના મહામારી દરમિયાન PUBG લાઈટ ફેન્સે ખૂબ પસંદ કરી હતી. આ દરમિયાન તેઓ સ્પેન્ડ ઈન ગેમ ક્રેડિટ પણ ખર્ચ કરી શકે છે.
2019માં લોન્ચ થઈ હતી ગેમ
આ
ગેમ 2019માં લોન્ચ થઈ હતી. તેને લોઅર એન્ડ એન્ડ્રોઈડ સ્માર્ટફોન અને
એન્ટ્રી લેવલ PC પર રમી શકાતી હતી. આ બધુ જ ડેડિકેટેડ ગ્રાફિક્સ કાર્ડ્સ
વગર પોસિબલ હતું. જોકે ભારતમાં PUBG બૅન કરવામાં આવી હતી, પરંતુ તેનું
ડેસ્કટોપ વર્ઝન હાલ પણ અવેલેબલ છે.
PUBG 60 કરોડથી વધારે વખત ડાઉનલોડ થઈ છે. દુનિયાભરમાં તેના 5 કરોડ એક્ટિવ યુઝર્સ છે. તેમાંથી 3.3 કરોડ યુઝર્સ તો ભારતના છે.
Comments
Post a Comment