GUJARATI NEWS 2021

 

NDPS કોર્ટે NCBની 12 હજાર પેજની ચાર્જશીટના વખાણ કર્યા, દરેક 33 આરોપીઓને નક્કી કરેલી તારીખે કોર્ટમાં રજૂ થવું પડશે

 14 જૂન, 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત બાંદ્રાસ્થિત ઘરમાં મૃત મળી આવ્યો હતો - Divya Bhaskar

દિવંગત સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલા ડ્રગ કેસમાં ફાઈલ કરેલી NCBની ચાર્જશીટના NDPS કોર્ટે વખાણ કર્યા છે. કોર્ટના જણાવ્યા પ્રમાણે, પ્રથમ નજરે તો ચાર્જશીટ સારી રીતે તૈયાર થયેલી લાગે છે. NCBએ આ ચાર્જશીટ 5 માર્ચના રોજ ફાઈલ કરી હતી. આશરે 12 હજાર પેજની આ ચાર્જશીટમાં સુશાંતની ગર્લફ્રેન્ડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી, ભાઈ શોવિક ચક્રવર્તી સહિત 33 લોકોને આરોપી કહ્યા છે. 5નો કોઈ અતોપતો નથી.

કોર્ટે ચાર્જશીટના વખાણમાં શું કહ્યું?
NDPS કોર્ટે વખાણ કરતા કહ્યું, કમ્પલેંટ જોઈએ કે ચાર્જશીટ. ફરિયાદકર્તાને રિલાયન્સ જિયો, વોડાફોન, એરટેલ વગેરેના મોબાઈલ નંબરના CDRની સાથે દસ્તાવેજો પર પણ નિર્ભર રહેવાનું હોય છે. કાગળના પ્રૂફની સાથે ડિજિટલ એવિડન્સ પર પણ નિર્ભર રહે છે. પ્રથમ નજરમાં તો ફરીયાદના આરોપોની તપાસ સારી રીતે થયેલી લાગે છે.

NCB ડિજિટલ એવિડન્સ પણ આપ્યા
ચાર્જશીટ સાથે 50 હજાર પેજના ડિજિટલ એવિડન્સ પણ આપ્યા હતા. આ તેમાં આરોપીઓની વોટ્સએપ ચેટ, કોલ ડેટા રેકોર્ડ અને બેંક દસ્તાવેજ સહિત અન્ય પ્રૂફ સામેલ છે. 200થી વધારે લોકોના સ્ટેટમેન્ટ પણ છે.

દરેક 33 આરોપીઓને સમન્સ પાઠવ્યું
રિપોર્ટ પ્રમાણે, કોર્ટે દરેક 33 આરોપીઓને સમન મોકલ્યું છે. કોરોના વાઈરસનો કહેર જોઈને કોર્ટે દરેક આરોપીઓને તેમના આરોપ પ્રમાણે 3 કેટેગરીમાં વહેંચ્યા છે જેથી કોર્ટમાં વધારે ભીડ જમા ના થાય. દરેક આરોપીઓને કહ્યું છે કે, તેઓ કસ્ટડીમાં હોય કે પછી જામીન પર બહાર હોય, તેમણે નક્કી કરેલી તારીખ પર રજૂ થવું જ પડશે.

આરોપ દૂર થશે તો કોર્ટમાં કોઈ કેસ જ રહેશે નહીં
નેક્સ્ટ સ્ટેજમાં પ્રોસિક્યુશન ડ્રાફ્ટ ચાર્જ સબમિટ કરશે. આરોપી ડીસ્ચાર્જ પિટિશન પણ ફાઈલ કરી શકે છે. એ પછી આરોપ કોર્ટ નક્કી કરશે. એકવાર આરોપ નક્કી થતા કોર્ટમાં ટ્રાયલ થવાના શરુ થશે, પરંતુ જો આરોપ દૂર થશે તો NDPS કોર્ટમાં તેમના વિરુદ્ધ કોઈ કેસ નહીં રહે.

 

 રિયા અને શોવિક જામીન પર બહાર છે
ઉલ્લેખનીય છે કે 14 જૂન, 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત બાંદ્રાસ્થિત ઘરમાં મૃત મળી આવ્યો હતો. દોઢ મહિના બાદ તેના પિતા કે કે સિંહે પટનામાં રિયા વિરુદ્ધ FIR ફાઈલ કરી હતી. આ ઉપરાંત 15 કરોડ રૂપિયાની હેરાફેરી કરી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ કેસ CBIને આપ્યો હતો. ત્યાર બાદ ડ્રગ્સ એન્ગલ સામે આવ્યો હતો, જેમાં રિયા 30 દિવસ સુધી જેલમાં રહી હતી. હાલમાં રિયા જામીન પર છે.

Comments

Popular posts from this blog

50 વર્ષની ઉંમરવાળા લોકોએ તેમના આહારમાં ઉમેરવી જોઈએ આ ચીજવસ્તુઓ