Gujarati News 2021:કોરોનાથી બચવા ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખવું; 5 ગ્રામથી વધારે મીઠું, 6 ચમચીથી વધારે ખાંડ નુકસાનકારક- WHO.

 

કોરોનાથી બચવા ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખવું; 5 ગ્રામથી વધારે મીઠું, 6 ચમચીથી વધારે ખાંડ નુકસાનકારક- WHO.


કોરોનાવાઈરસે એક વખત ફરીથી બધાની મુશ્કેલી વધારી દીધી છે. કોરોનાનું નવું સ્વરૂપ વધારે સંક્રામક છે અને જો બેદરકારી રાખવામાં આવે તો એ મહામારીને આમંત્રણ આપવા જેવી છે. વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવો અને સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે તમારી ખાણી-પીણી પર પણ વધારે ધ્યાન આપવાની જરૂર છે, કેમ કે સારી ડાયટથી જ ઈમ્યુન સિસ્ટમ મજબૂત થશે અને તમે પોતાની જાતને કોરાનાથી બચાવી શકશો. WHOએ જણાવ્યું છે કે, કોરોનાથી બચવા માટે કયા પ્રકારનો ખોરાક લેવો જરૂરી છે.

કોરોનાથી બચવા માટે ડાયટ કેવું હોઈ જોઈએ
તમારે ડાયટમાં ઘણા પ્રકારના તાજા ફળ અને અનપ્રોસેસ્ડ ફૂડ સામેલ કરવા જોઈએ, જેનાથી તમને જરૂરી વિટામિન, મિનરલ્સ, ફાઈબર,પ્રોટીન અને એન્ટિઓક્સિડન્ટ મળી શકે.

 Salt vs Sugar in hindi, नमक/चीनी कितना खाएं, अधिक/कम खाने के नुकसान-फायदे

શાકભાજી વધારે રાંધીને ન ખાવા
દિવસમાં ઓછામાં ઓછા 5 કપ ફળ (4 સર્વિંગ્સ), 2.5 કપ શાકભાજી (5 સર્વિંગ્સ),180 ગ્રામ અનાજ અને 160 ગ્રામ મીટ અને સફરજન ખાવા. અઠવાડિયામાં 1-2 વખત રેડ મીટ અને 2-3 વખત ચિકન ખાઈ શકો છો. સાંજના સમયે હળવી ભૂખ લાગે તો કાચા શાકભાજી અને તાજા ફળ ખાવા. શાકભાજીને વધારે રાંધીને ન ખાવી. નહીં તો તેના જરૂરી પોષક તત્ત્વો નષ્ટ થઈ જશે. જો તમે ડબ્બામાં બંધ ફળ અથવા શાકભાજી ખરીદો છો તો ધ્યાન રાખવું કે તેમાં મીઠું અને ખાંડ વધારે ન હોય.

 

Comments

Popular posts from this blog

50 વર્ષની ઉંમરવાળા લોકોએ તેમના આહારમાં ઉમેરવી જોઈએ આ ચીજવસ્તુઓ