64MPનો કેમેરા અને 33 વોટ ફાસ્ટ ચાર્જિંગ ધરાવતા રેડમી નોટ 10 પ્રોનો આજે સેલ, આ પ્લેટફોર્મ પર ₹1000નું ડિસ્કાઉન્ટ મળશે
64MPનો કેમેરા અને 33 વોટ ફાસ્ટ ચાર્જિંગ ધરાવતા રેડમી નોટ 10 પ્રોનો આજે સેલ, આ પ્લેટફોર્મ પર ₹1000નું ડિસ્કાઉન્ટ મળશે
રેડમી નોટ 10 સિરીઝ થોડા દિવસ પહેલાં જ ભારતમાં લોન્ચ થઈ હતી. કંપની સિરીઝના ફોન્સનો વારાફરતી ફ્લેશ સેલ યોજી રહી છે. આજે રેડમી નોટ 10 પ્રોનો સેલ છે. ફોનની ખરીદી એમેઝોન અને કંપનીના સ્ટોર પરથી બપોરે 12 વાગ્યાથી કરી શકાશે. આ ફોનમાં 64MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ અને 5020mAhની બેટરી મળે છે.
કિંમત અને ઓફર
- રેડમી નોટ 10 પ્રોનાં 6GB+64GB વેરિઅન્ટની કિંમત 15,999 રૂપિયા, 6GB+128GB વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા અને 8GB+128GB વેરિઅન્ટની કિંમત 18,999 રૂપિયા છે.
- ફોનનાં ડાર્ક નાઈટ, ગ્લેશિયર બ્લૂ અને વિન્ટેજ બ્રોન્ઝ કલર વેરિઅન્ટ અવેલેબલ છે.
- એમેઝોન
અને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી ફોનની ખરીદી ICICI ક્રેડિટ કાર્ડથી અને
EMIથી કરવા પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ફોનનાં પ્રથમ સેલમાં
ફોનને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. માત્ર 10 જ સેકન્ડમાં તમામ યુનિટ વેચાઈ
ગયા હતા.
રેડમી નોટ 10 પ્રોનાં સ્પેસિફિકેશન
- ફોનમાં 6.67 ઈંચની FHD+ સુપર AMOLED ડિસ્પ્લે મળશે. ડિસ્પ્લેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન મળે છે.
- ફોન MIUI 12 પર બેઝ્ડ એન્ડ્રોઈડ 11 OS પર રન કરે છે. ફોન સ્નેડ્રેગન 732G પ્રોસેસરથી સજ્જ છે. તેમાં 8GBની રેમ અને 128GBનું સ્ટોરેજ મળે છે.
- ફોટોગ્રાફી માટે તેમાં 64MP (સેમસંગ ISOCELL GW3) + 5MP (મેક્રો સેન્સ) + 8MP (અલ્ટ્રા વાઈડ લેન્સ)+ 2MP (ડેપ્થ સેન્સર)નું 4 રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.
- ફોનમાં 5020mAhની બેટરી છે. તે 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.
Comments
Post a Comment